ઝઘડિયા: ઝઘડિયાના તાલુકાના કાંટોલ ગૃપ ગ્રામ પંચાયત માં આવતા માંડવી અને જામોલી વડ ગામ ખાતે 1996 પેસા એક્ટ મુજબ ગ્રામ સભા યોજાઈ હતી.જેમાં ગ્રામ સભા અધ્યક્ષ નિમણૂક બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
વન અધિકાર કાયદો 2006 હેઠળ મળેલ જંગલ જમીનને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વન અધિકાર કાયદો 2006 હેઠળ મળેલી જમીનની માપણી બાબતે ગ્રામ સભામાં પરામર્શ કરવામાં આવે તેવા ભાર મુકવામાં આવ્યો હતો તથા વન અધિકાર સમિતિની પુનઃ રચના કરવામાં આવે.
વન અધિકાર કાયદો 2006 હેઠળ જંગલ જમીન ખેડતા વ્યક્તિગત દાવેદારો, સામુહિક દાવેદારોને દાવેદારી કરતા ઓછું ક્ષેત્રફળ મળેલ છે જે બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને બાકી રહી ગયેલ વ્યક્તિગત દાવેદારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આમ વિવિધ મુદ્દે ચર્ચા કરી ગ્રામ સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

