ગાંધીનગર: ગુજરાતના નવા મંત્રીમંડળના રચના સમયે વલસાડ જિલ્લામાંથી પારડી વિધાનસભા ધારાસભ્ય કનુભાઈ દેસાઈને ફરીથી નાણા મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવતા સમગ્ર જિલ્લામાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. આ નિમણૂકને લઈને વલસાડ, પારડી, ધરમપુર અને ઉમરગાંમ જેવા વિસ્તારોમાં લોકોમાં અતૃપ્ત ઉત્સાહ છે, .

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે સવારે 11:30 વાગ્યે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં કુલ 26 મંત્રીઓએ શપથ લીધા, આ વચ્ચે કનુભાઈ દેસાઈને નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ જેવા મહત્વના વિભાગો સોંપાયા છે. આ નિમણૂકથી વલસાડ જિલ્લાના લોકોમાં આશાનું વાવેતર થયું છે, કારણ કે દેસાઈએ અગાઉના ત્રણ બજેટમાં દક્ષિણ ગુજરાતના વિકાસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેમાં વલસાડમાં ફૂડ ડ્રગ ટેસ્ટિંગ લેબ અને મેડિસિટી જેવા પ્રોજેક્ટની ઘોષણા શામેલ છે.

પારડીના મુખ્ય બજારમાં આજે સવારથી જ દિવાળીની રંગોળીઓ અને દીવા સજાવવાનું શરૂ થઈ ગયું હતું. “કનુભાઈભાઈની નિમણૂકથી વલસાડ જિલ્લાને નાણાકીય રીતે મજબૂતી મળશે. આ આર્થિક વિકાસની દિવાળી જેવી છે.” અત્યાર સુધી “દેસાઈજીએ આદિવાસી વિસ્તારોમાં રોજગારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપ્યું છે, જેની અપેક્ષા વધુ વધશે.” આ નિમણૂકને જિલ્લાના રાજકારણમાં માઈલસ્ટોન ગણાવવામાં આવી રહ્યું છે.

નવું મંત્રીમંડળ ગુજરાતના તમામ વિસ્તારોના વિકાસ માટે સમર્પિત છે. કનુભાઈ દેસાઈ જેવા અનુભવી નેતાને નાણા વિભાગ સોંપીને આપણે રાજ્યની આર્થિક વૃદ્ધિને નવી ઊંચાઈ આપીશું.”  જૂના મંત્રીમંડળમાંથી માત્ર 6 ને યથાવત્ રાખવામાં આવ્યા છે. આ ફેરફાર 2027 ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરાયા છે, જેમાં વલસાડ જેવા જિલ્લાઓનું પ્રતિનિધિત્વ મજબૂત થયું છે. વલસાડ જિલ્લામાં આ ખબરથી ઉદ્યોગપતિઓમાં પણ ઉત્સાહ છે.

કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં ગુજરાત ટેક્સટાઇલ પોલિસી અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વલસાડમાં વિસ્તારવાની અપેક્ષા છે, જેમાં 2000 કરોડનું બજેટ જાહેર થયું હતું. આ નિમણૂકથી દિવાળી પહેલાં જ વલસાડ જિલ્લામાં વિકાસની આશા જાગી છે, અને લોકો આને ‘આર્થિક દિવાળી’ તરીકે ઉજવી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here