ચીખલી: માંડવખડક ગામના સરપંચ શ્રી વલ્લભભાઈ ચૌધરીના અથાગ પ્રયત્નો અને સ્થાનિક વહીવટી વ્યવસ્થાના સહયોગથી ગામના લોકોના સ્વસ્થ આરોગ્યને લઈને એક માંડવખડક ગ્રામ પંચાયતને અત્યાધુનિક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જે ચીખલી તાલુકામાં આવેલા માંડવખડક ગામમાં આજે એક મહત્વની ઘટના બની.
ગામના સરપંચ શ્રીના અથાગ પ્રયત્નો અને સ્થાનિક વહીવટી વ્યવસ્થાના સહયોગથી ગામના લોકોના સ્વસ્થ આરોગ્યને લઈને એક અત્યાધુનિક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સમાં બેઝિક મેડિકલ સુવિધાઓ છે, ગામના આદિવાસી અને ગ્રામીણ વસ્તી માટે વિશેષ રાહત બનશે. જેનાથી ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. માંડવખડક ગામ, જે ચીખલી તાલુકાના આદિવાસી વિસ્તારમાં આવેલું છે, મોટાભાગના લોકો કૃષિ અને પશુપાલન આધારિત વ્યવસાય પર આધારિત છે. અગાઉ ગંભીર અસ્થિરતા અને મેડિકલ ઇમર્જન્સીમાં નજીકના શહેરો સુધી પહોંચવું મુશ્કેલ હતું, જેના કારણે અનેક વખત જીવન જોખમમાં મુકાતું હતું. સરપંચશ્રી, જેઓ ગામના વિકાસ માટે હંમેશા સક્રિય છે, તેમણે આ આરોગ્ય સેવાનું કામ પણ કરી બતાવ્યું છે.
સરપંચશ્રી વલ્લભભાઈ ચૌધરી જણાવે છે કે, “ગામના લોકોનું સ્વાસ્થ્ય મારી પ્રાથમિકતા છે. આ એમ્બ્યુલન્સથી હવે દરેક પરિવારને તાત્કાલિક મેડિકલ સહાય મળશે, અને આદિવાસી સમુદાયના બાળકો અને વૃદ્ધોને વિશેષ લાભ થશે.” સરપંચ સ્થાનિક તલાટી-કમ-મંત્રીઓની હાજરીમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. સમારોહમાં ગામના લોકોએ ભાગ લીધો હતો.
સ્થાનિક PHC ના ડોકટર C C પટેલ જણાવ્યું કે “આ એમ્બ્યુલન્સથી ગામમાં 24 કલાક મેડિકલ સેવા ઉપલબ્ધ થશે. અગાઉના વર્ષોમાં અહીં કેસમાં વિલંબને કારણે જીવન જોખમમાં મુકાઈ જશે એનો ડર સતત રેહતો હતો પણ હવે લોકોને રાહત રેહશે.અને સમય પર આરોગ્યને સેવાઓ મળી રેહશે એમનો મને આનંદ છે.

