ભરૂચ: ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયાના રાજપારડી નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો હતો.આગામી તહેવારોને લઇને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ.

આપેલ સુચના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.કે.ટોરાણી ટીમ સાથે રાજપારડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે રાજપારડી નેત્રંગ રોડ ઉપર સારસા ડુંગરના પાછળના ભાગેથી ચંપકભાઇ પ્રતાપભાઇ વસાવા રહે.નવા માલજીપુરા તા.ઝઘડિયાનાને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા 265400 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

એલસીબીની ટીમે આ ગુના હેઠળ અન્ય ચાર ઇસમો વિજયભાઇ અંબુભાઇ વસાવા રહે. નેત્રંગ રોડ રાજપારડી તા.ઝઘડિયા, સતીષ ચંદુભાઇ વસાવા રહે. નવાગામ કરારવેલ તા.અંક્લેશ્વર, વિજયભાઇ સવીલાલભાઇ વસાવા રહે. નવાગામ કરારવેલ તા.અંક્લેશ્વર તેમજ સંજયભાઇ ઉર્ફે જયલો સુરેશભાઇ વસાવા રહે.નેત્રંગ રોડ રાજપારડી તા.ઝઘડિયા જિ.ભરૂચનાને વોન્ટેડ જાહેર કરીને તમામ વિરુધ્ધ રાજપારડી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here