વ્યારા: તાપી જિલ્લાના વ્યારા ખાતે મિશન લાઇફ અંતર્ગત યોજાયેલ ‘TAPI FUN FEST – 2025’ માન. રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે હાજર રહી. વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મિલેટ્સ, વાંસની બનાવટ તથા પ્લાસ્ટિકના દુસ્પરિણામોનો સંદેશ આપતા વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી. મિશાલ લાઈફનો દ્રષ્ટિકોણ સૌને એક પર્યાવરણ અનુકૂળ જીવનશૈલીના સર્જન માટે પ્રેરિત કરવાનો છે જેથી ટકાઉ ભવિષ્યનું નિર્માણ થાય.
ધારાસભ્ય જયરામ ગાંમિત પ્રેસને જણાવે છે કે રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરનાર મારા તાપી જિલ્લાના 3-6 વર્ષના બાળકોએ ઓપરેશન સિંદુર પર સુંદર કૃતિ રજૂ કરી જે જોઈને અવિસ્મરણીય અનુભવ બની રહ્યો છે.

