નવીન: “ગામ હોય કે શહેર, કોઈ પણ વ્યક્તિ કોઈ શારીરિક રોગની જેમ Mental illnessનો ભોગ બની શકે છે. BMC Psychiatryમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ મુજબ, ગ્રામીણ ભારતમાં રહેતા લગભગ એક તૃતીયાંશ વૃદ્ધ લોકો Depressionના લક્ષણોથી પીડાય છે.” ત્યારે દીપિકા પાદુકોણની ‘LiveLoveLaugh’ દૂર- દૂરના ગામડાઓમાં લોકોના Mental Health પર કામ કરી રહી છે.

આ અંતર્ગત દીપિકાની સંસ્થા Community Members અને NGO ને તાલીમ આપે છે. તે ગામના લોકોને mental health વિશે જાગૃત કરવા અને પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ વિશે ઘણા લોકો જાગૃત થઇ રહ્યા છે, ત્યાં ગામડાઓમાં આ વિષયની આસપાસ હજુ પણ ઘણા રૂઢિચુસ્ત વિચારો ફેલાયેલા છે.

“અમારા ફાઉન્ડેશનની સ્થાપના પછી અમે માનસિક રોગોથી પીડાતા લોકોની સાથે સાથે તેમની સંભાળ રાખનારાઓના જીવનને વધુ સારું બનાવવાના અમારા પ્રયત્નોમાં આગળ વધી રહ્યા છીએ. અમારા ગ્રામીણ આઉટરીય પ્રોગ્રામને દેશના અલગ-અલગ રાજ્યો સુધી પહોંચાડવું એ મેન્ટલ હેલ્થકેરને સરળ બનાવવાની દિશામાં એક જરૂરી પગલું છે.”-દીપિકા


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here