વલસાડ: પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા દળ (RPF)ના 40માં સ્થાપના દિવસની આજે વલસાડ ખાતેના પ્રાદેશિક તાલીમ કેન્દ્રમાં ઉજવણી થઇ રહી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત છે. મંત્રી અશ્વિની વૈષ્ણવ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. જે હવે સભાને સંબોધિત કરશે. તેઓ પ્રશંસનીય સેવા આપનાર 41 RPF જવાનોને પુરસ્કાર પણ એનાયત કરશે.

આ પરેડમાં રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ (RPSF), મહિલા પ્લાટૂન, કમાન્ડો ટીમ, ડોગ સ્ક્વોડ, સેગવે પ્લાટૂન અને RPF બેન્ડનો સમાવેશ થશે. પરેડ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં ટીમ RPF દ્વારા રજૂ થનારો મલખંમ શો મુખ્ય આકર્ષણ રહેશે. કાર્યક્રમ સમાપ્ત થયા પછી, મંત્રી મીડિયા પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે.પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકના જણાવ્યા અનુસાર, RPFને વર્ષ 1985માં ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ માન્યતા મળી હતી.

અત્યાર સુધી સ્થાપના દિવસ મુખ્યત્વે દિલ્હીમાં જ ઉજવાતો હતો, પરંતુ હવે દેશભરના નવ તાલીમ કેન્દ્રોમાં રોટેશન મુજબ ઉજવાશે.Decision News ને મળેલી માહિતી મુજબ ગુજરાતમાં પ્રથમવાર વલસાડ ખાતે આ ઉજવણી થઇ રહી છે, જે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ સ્થાપના દિવસ રેલવે મુસાફરોની સુરક્ષા અને રેલવે સંપત્તિના સંરક્ષણમાં RPFના યોગદાન, બહાદુરી અને બલિદાનને સમર્પિત છે. આશરે 75000 કર્મચારીઓની સંખ્યા ધરાવતું RPF ‘યશો લાભસ્વ’ના સૂત્ર સાથે સતત સેવા આપી રહ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here