વાપી: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે વાપી અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન વર્ષ 2028 સુધીમાં શરૂ થઈ જશે. જ્યારે મુંબઈ અને અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન સેવા 2029 સુધીમાં કાર્યરત થશે.
Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ RPF ગ્રાઉન્ડ ખાતે RPFના 40 વર્ષ પૂર્ણ થવા અને 41મા વર્ષમાં પ્રવેશની ઉજવણી નિમિત્તે આયોજિત પરેડમાં ઉપસ્થિત રહીને આ માહિતી આપી હતી.પ્રથમ તબક્કામાં સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે. હાલમાં, સુરત-બીલીમોરા રૂટ પર બુલેટ ટ્રેક નાખવાનું કામ ચાલી રહ્યું છે.
શરૂઆતમાં, બુલેટ ટ્રેન સેવા પીક અવર્સ દરમિયાન શરૂ કરવામાં આવશે. રેલવે મંત્રાલય દ્વારા એવી યોજના બનાવવામાં આવી રહી છે કે તબક્કાવાર ટ્રેનોની સંખ્યા વધારીને દર 10 મિનિટે ટ્રેન ઉપલબ્ધ થાય. આગામી સમયમાં બીલીમોરા અને સુરત વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

