ભરૂચ: દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચના હાંસોટમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે વિશેષ વાહન ચેકિંગ ડ્રાઇવ શરૂ કરી છે. હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એમ.કે.પીએજા અને તેમની ટીમે આ કાર્યવાહી હાથ ધરી છે.
આ ડ્રાઇવ અંતર્ગત, હાંસોટમાંથી પસાર થતા વાહનોને રોકીને તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વાહનોમાં રહેલા મુસાફરોના સામાનની ચકાસણી તેમજ વાહનચાલકોના દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ ગણાતા હાંસોટ વિસ્તારમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ આ ચેકિંગ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

