માંડવી: માંડવીમાં નગરમાં કાયદા અને વ્યવસ્થાનું ચીરહરણ કરતા અસમાજિક તત્વો સામે માંડવી પોલીસ મૂકદર્શક..! બની ને તામાશો જોતી હોવાનો આક્ષેપ આદિવાસી સમાજના યુવા કર્મશીલ અખિલ ચૌધરી દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ઘટનાની વાત કરીએ તો Decision News ને મળેલી માહિતી મુજબ તડકેશ્વરના આદિવાસી યુવાન વિશાલ વસાવા અને એમના મિત્રો ઉપર કેટલાક અસમાજિક તત્વોની ટોળકી દ્વારા ભરબજારે જાનલેવા હુમલો કરવામાં આવ્યો છે ત્યારે માંડવી પોલીસ તમામ અસમાજિક તત્વોની ધરપકડ કરવાની જગ્યાએ મૂકદર્શક બની બેઠી છે.

અખિલ ચૌધરી જણાવે છે કે અસમાજિક તત્વો માંડવી નગર અને તાલુકામાં કાયદો અને વ્યવસ્થાનું ચીરહરણ કરી રહ્યા છે, માંડવી પોલીસ નિષ્પક્ષ તપાસ નહીં કરશે તો આદિવાસી સમાજે રસ્તા પર ઉતરવું પડશે અને પોલીસને પોતાની જવાબદારીનું ભાન કરાવવું પડશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here