સુરત: સુરત શહેરના હજીરા વિસ્તારમાં ફરી એકવાર ‘રફ્તારનો આતંક’ જોવા મળ્યો છે. અહીં એક બેફામ ટ્રકચાલકે બાઈકચાલકને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ મૃતક યુવક બાઈક પર ખમણ વેચીને જઈ રહ્યો હતો. તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકચાલકે તેને અડફેટે લીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે યુવક ટ્રકના ટાયર નીચે આવી ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને ટ્રકચાલક વિરુદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડયો હતો. મૃતક બાઈકચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હજીરા વિસ્તારમાં બેફામ દોડતા ભારે વાહનોના કારણે અકસ્માતની ઘટનાઓ વધી રહી હોવાથી સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here