અંકલેશ્વર: અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાઈકલવીરો ઉત્સાહભેર જોડાયા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના શાસનના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.આજરોજ યોજાયેલી સાઈકલોથોનનો પ્રારંભ અંકલેશ્વર રેલવે સ્ટેશન સ્થિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવ્યો હતો.
આ સાઈકલોથોન નગરપાલિકા કચેરી સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સાઈકલવીરોએ ભાગ લીધો હતો.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

