ભરૂચ: ગત રોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ખાતે આવેલ પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા ગ્રામવિકાસ એજન્સી ભરૂચ દ્વારા મિલેટ્સ વાનગી હરીફાઈ યોજવામાં આવી હતી. આ યોજાયેલ વાનગી હરીફાઈમાં નેત્રંગ તાલુકાની અને ઝગડીયા તાલુકાની સખી મંડળની બહેનોએ ભાગ લીધો હતો અને વિવિધ પ્રકારની વાનગીઓ રજૂ કરી હતી. આ યોજાયેલ વાનગી હરીફાઈ માં નેત્રંગ અને ઝઘડિયા તાલુકાની વાનગીઓ રજૂ કરનાર વિજેતા બહેનોને DLM પ્રવીણ વસાવા આવ્યા હતા.
આ ઉપરાંત સમસ્ત વસાવા સમાજના પ્રમુખશ્રી ચંદ્રકાન્ત વસાવા, આગાખાન સંસ્થાના P I સુરક્ષાબેન, જિલ્લા સ્ટાફ APM દ્વારા વિજેતા બહેનોને પ્રોત્સાહક ઇનામમાં ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે સમસ્ત વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાન્ત વસાવાએ વાનગી હરિફાઈ બહેનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજના આધુનિક સમય પ્રમાણે બહેનોએ જીવનમાં આગળ વધવા આહવાન કર્યું હતું અને આજના સમયની માંગ પ્રમાણે પોતાના બાળકોને જેટલું બને એટલું ભણાવવા જોઈએ અને ભણી ગણીને એક સારા પદ પર પહોંચે એવા પ્રયત્ન કરવા જોઈએ તેમજ જીવનમાં નકારાત્મકતા ને દુર કરી એક સકારાત્મક વિચારો સાથે અમે પણ કંઈક કરી શકીએ છે? આગળ વધવા જણાવ્યું હતું.
વધુમાં ગ્રામવિકાસ એજન્સી કઈ રીતે મદદરૂપ થાય છે તે અંગેભરૂચ જિલ્લાના DLM પ્રવીણ વસાવાએ માહિતી આપી હતી અને ભવિષ્યમા બહેનો કઈ રીતે પ્રગતિ કરે અને આગળ વધે તે અંગે માહિતી આપી હતી. અંતે TLM વિજય વસાવાએ પધારેલ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમયનો અભાવ હોવા છતાં વાનગી હરીફાઈ કાર્યક્રમનું સફળ આયોજન થવા બદલ નેત્રંગ અને ઝઘડિયા તાલુકાના TLM, APM, CC ઓ અને બેહેનોના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

