ગાંધીનગર: ગતરોજ ગાંધીનગરના કમલમ ખાતે ભાજપના નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની અધ્યક્ષતામાં આગામી 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે યોજાનારી ‘યુનિટી પદયાત્રા’ના સંદર્ભમાં સઘન બેઠકનું આયોજન થયું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ સરદાર સાહેબના એકતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની અધ્યક્ષતામાં જિલ્લા/મહાનગરના પ્રમુખો અને પ્રભારીશ્રીઓ સાથેની બેઠકમા યોજાઈ હતી.
આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ અને શ્રી વિનોદભાઈ ચાવડા,પદયાત્રાના પ્રદેશ ઈન્ચાર્જ શ્રી જીતુભાઈ વાઘાણી સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રીઓ તથા જિલ્લા/મહાનગરના પ્રમુખશ્રીઓ અને પ્રભારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

