અંકલેશ્વર: અંકલેશ્વર નજીક NH 48 પર આવેલા નોબલ સ્ક્રેપ માર્કેટમાં ગતરોજ મોડી રાત્રે એક વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી.આ વિસ્તારમાં સ્ક્રેપ માર્કેટમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે.
આ આગને કારણે ગોડાઉન નજીક આવેલી ભડકોદ્રા ગ્રામ પંચાયતની વેસ્ટ મેનેજમેન્ટ સાઇટ પર એકત્ર થયેલો કચરો પણ સળગી ઉઠયો હતો.આગની જાણ અંકલેશ્વર ડીપીએમસી ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ફાઇટરોની ત્રણ ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ તેઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.આ ઘટનામાં ગોડાઉનમાં ભરેલો તમામ વેસ્ટ પ્લાસ્ટિક કચરો બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી.

