પારડી: લોકોએ પાંચ વર્ષ માટે સોપેલી ગ્રામ પંચાયતની સત્તાથી એક યુવા સરપંચ શું કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ હાલમાં પારડીના તાલુકાના યુવા સરપંચ મયંક પટેલ છે તેમણે ખેરલાવ પ્રાથમિક શાળામાં હરિયાળું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે.

Decision News ને લીધેલી મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે ખેરલાવ ગામના યુવા સરપંચ શ્રી મયંક પટેલના પ્રયત્નો અને માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળા ખેરલાવના પરિસરમાં એક સુંદર બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગામના યુવાનોના શ્રમદાન, ગ્રામજનોના સહકાર અને શિક્ષકોના ઉત્સાહથી શાળા પરિસર હવે હરિયાળું અને આકર્ષક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે.

પ્રાથમિક શાળા, ખેરલાવનો આ બગીચો માત્ર ફૂલોનો નથી, પરંતુ સૌના પ્રેમ, મહેનત અને એકતાનો પ્રતિબિંબ છે. યુવા સરપંચ શ્રીના પ્રયાસોથી ગામમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સ્વચ્છતાનો સંદેશ પ્રસરી રહ્યો છે. આ સુંદર પહેલમાં સહયોગ આપનાર દરેક વ્યક્તિનો સરપંચ મયંક પટેલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here