ખેરગામ : ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મદદનીશ હેડ કોન્સ્ટેબલને રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. આરોપીએ દારૂના ગુનામાં જામીન પર છુટેલા ફરિયાદી અને તેમના મિત્રને માર નહિ મારવા અને હેરાન નહિ કરવાના બદલામાં આ લાંચની માંગણી કરી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આરોપીનું નામ દિવ્યેશભાઈ બંળવતભાઈ પટેલ છે, જે ખેરગામ પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે. આ મામલે એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદી અને તેમના મિત્ર વિરૂદ્ધ ખેરગામ પોલીસ સ્ટેશનમાં દારૂનો ગુનો નોંધાયો હતો. ફરીયાદી જામીન પર મુક્ત થયા હતા. જ્યારે તેમના મિત્રએ આગોતરા જામીન મેળવ્યા હતા. જ્યારે ફરિયાદીના મિત્ર પ્રોહિબિશનના ગુનામાં હાજર થાય ત્યારે તેમને માર નહિ મારવા અને હેરાન નહિ કરવાના બદલામાં આરોપી દિવ્યેશભાઈ પટેલે 1 લાખ રૂપિયા લાંચ ની માંગણી કરી હતી.

ફરીયાદી આ લાંચની રકમ આપવા મંગતાત ન હોવાથી તેમણે ACB નો સંપર્ક કર્યો અને ફરીયાદ નોંધાવી. આ ફરિયાદના આધારે ACB એ ખેરગામ પોલીસ સ્ટેશનમાં પહેલાં માળા, કોમ્પ્યુટર રૂમમાં લાંચનું છટકું ગોઠવ્યું.

છટકા દરમિયાન આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી એક લાખ લાંચની માંગણી કરી અને સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતા જ આરોપી સ્થળ પર પકડાઈ ગયો હતો. ACB એ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ટ્રેપ એસ. એન. ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડ તથા એ.સી.બી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે સુપરવિઝન આર. આર. ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત દ્વારા કરવામાં આવ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here