નર્મદા: ‘ભાજપના ધારાસભ્ય દર્શનાબેન ચૈતર વસાવાને ભાજપમાં લાવવા માંગે છે’  સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો સામે ધારાસભ્ય  MLA ચૈતર વસાવાએ પ્રતિક્રિયા અપાતા કહ્યું કે  દર્શનાબેન દેશમુખ ભાજપના ધારાસભ્ય છે તેમણે મને કોઈ મદદ કરી હોય એવું કઈ બન્યુ જ નથી દર્શનાબેને પોલિટિકલ રીતે મને સપોર્ટ કરે છે વાત પણ પાયાવિહોણી છે.

ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે અગાઉ સાંસદ મનસુખ વસાવાએ ભાજપના (BJP) ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ પર મને સપોર્ટ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. સાંસદ મનસુખ વસાવાનાં આક્ષેપોને MLA ચૈતર વસાવાએ સંપૂર્ણ રીતે પાયાવિહોણા ગણાવ્યા છે. સંકલનમાં અમે લોકોનાં પ્રશ્ન માટે વાત કરતા હોઈએ છીએ. ઘણીવાર મનસુખભાઈ પણ મારા પ્રશ્ન માટે સમર્થન કરે છે. જનતાના હિતનાં પ્રશ્નમાં અમે એક થઈ રજૂઆત કરીએ છીએ. ચૈતર વસાવાએ આગળ કહ્યું કે, પોલિટિકલ રીતે દર્શનાબેન મને સપોર્ટ કરે છે એ વાત સંપૂર્ણ રીતે પાયાવિહોણી છે.

મનસુખ વસાવાનો આક્ષેપ હતો કે દર્શનાબેન ચૈતર વસાવાને ભાજપમાં લાવવાનો પ્રયાસ કરે છે પહેલા ઘનશ્યામ પટેલ, દુધધારા ડેરીનાં ડિરેક્ટર પ્રકાશ દેસાઈ અને ઝઘડિયાનાં ધારાસભ્ય રિતેશ વસાવાએ ચૈતર વસાવાને ભાજપમાં લાવવાનાં પ્રયત્નો કર્યા હતા અને હવે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ચૈતર વસાવાને ભાજપમાં લાવવાનાં પ્રયત્નો કરી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here