નવસારી: નવસારી જિલ્લાના ગણદેવી પોલીસે રિલાયન્સ મોબાઈલ ટાવરમાંથી કોપર વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે રૂ. 37,500ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ ચોરીનો મુદ્દામાલ સગેવગે કરવાની ફિરાકમાં હતા ત્યારે ઝડપાયા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે, ગણદેવી સુગર ફેક્ટરી નજીક નદી કિનારેથી આ ત્રણેય આરોપીઓને ચોરીના કોપર વાયર સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે બાતમીદારો પાસેથી મળેલી માહિતી મુજબ, રિલાયન્સ મોબાઈલ ટાવર વાયર ચોરીના આરોપીઓ ચોરીના મુદ્દામાલ સાથે ગણદેવી સુગર ફેક્ટરી પાસે ખડીખાડી નદીના કિનારે હાજર હતા અને તેને વેચવાની પેરવી કરી રહ્યા હતા.

આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી કોર્ડન કરીને ત્રણેય શખ્સોને કોપર વાયરના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.પૂછપરછ દરમિયાન, આરોપીઓએ સદર વાયર રિલાયન્સના ટાવરમાંથી ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કુલ રૂ. 37,500ની કિંમતના કોપર વાયર કબ્જે કર્યા છે.પકડાયેલા આરોપીઓમાં કિરણ ઉર્ફે કિલ્લો મુન્નાભાઈ હળપતિ (ઉંમર 30), દિપેશ ઉર્ફે લાલુ વિક્રમભાઈ હળપતિ (ઉંમર 20) અને કલ્પેશ સુમનભાઈ હળપતિ (ઉંમર 30)નો સમાવેશ થાય છે. આ તમામ ગણદેવી, સુગર ફેક્ટરી પાસે, જી. નવસારીના રહેવાસી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here