ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈતર વસાવા જેલબહાર આવતાની સાથે જ ફરી એક્ટિવ થઇ મનસુખ વસાવાના ગઢમાં ગાબડું પાડવા હજારો આદિવાસી સમાજના લોકો સાથે એક પદયાત્રા શરુવાતની કરી છે અને ભરૂચ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાયા છે. ધારાસભ્ય ચૈતર વસાવા મનસુખ વસાવાના મતવિસ્તારમાં વ્હેલી સવારથી જ ઐતિહાસિક પૌરાણીક, પર્યટક ગામ જુનારાજ, ઉપલા જુનારાજ, વેરિસાલ, પાંચખાડી, કમૉદીયા, દેવહાત્રા જવા રોડ બનાવવા માટે પદયાત્રા શરુ કરવામાં આવી છે.
જુનારાજ ગામથી આ પદયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. સાંસદ મનસુખ વસાવાના ગામ જુનારાજમાં આઝાદીના 78 વર્ષ બાદ પણ સારા રોડ ન હોવાથી પદયાત્રા યોજી લોકોને થતી મુશ્કેલીઓની વાચા આપવા પદયાત્રા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટર અને નયન વન સંરક્ષકને આવેદનપત્ર આપ્યું હતું.

