ધરમપુર: ગઈકાલ સાંજે વલસાડ જિલ્લાના ધરમપુરમાં પોલીસ સ્ટેશન ખાતે PSI તરીકે ફરજ બજાવતા પ્રજાપતિ સાહેબની ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે થી ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે બદલી થતા તેમના વિદાય સમારંભનુ આયોજન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી જાણકારી મુજબ આ પ્રસંગે નડગધરી ગામના આગેવાન દિનેશ ભાઇ ભોયા ,ભરત ભાઇ,કમલેશભાઇ દિવા સાથે PSI શ્રી ને દેશનું સર્વોચ્ચ સંવિધાન (બંધારણ)અને ક્રાંતિકારી બિરસામુંડાની છબીની સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી.

પ્રજાપતિ સાહેબના આખા ધરમપુર નગરમાં CCTV કેમેરા લગાવવાની કામગીરી, નાનામાં નાના લોકોને સાંભળી એમની સાથે પ્રેમ ભર્યા સંવાદ સાથે પ્રશ્નનુ નિરાકરણ કરવું જેવી અનેક બાબતોને અનેક મહાનુભાવોએ કામગીરીને બિરદાવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here