વાંસદા: વાંસદામાં સીણધઈ અને મહુવાના વેહવલ ગામે વાવાઝોડામાં અનેક લોકો છત વિહોણા થઇ ગયા છે ત્યારે સેવાભાવી લોકો, સંસ્થાઓ, રાજકીય આગેવાનો અને અનેક સરકારી કર્મચારી સેવામાં જોડાયા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકા આરોગ્ય કર્મચારી ટીમ દ્વારા સીણધઈ ગામમાં આકસ્મિક કુદરતી આફતમાં અસરગ્રસ્ત થયેલને સૌ પ્રથમ તો ખડેપગે આરોગ્યની સેવા અને તમામ અસરગ્રસ્ત ઘરોને અનાજકીટનું પણ વિતરણ કરવામાં આવ્યું.

અસરગ્રસ્ત પરિવારો વહેલી તકે ફરી પોતાનું રોજિંદું જીવન ફરીથી શરુ કરી શકે એ માટે સૌ એકબીજાનો સાથ અને સહકાર આપીએ એ લોકોને અપીલ પણ કરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here