સુરત: આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા તા. 29-9-2025 ના રોજ વરસાદ, વાવાઝોડા સાથે ચકાવત જેવા ભયંકર વટોળમા ફસાયેલા પરિવારોને નુકસાન થયેલ એવા વાસદા તાલુકાના ઉનાઈના સિણઘઈ ગામે ચકરાવતથી નુકસાન પામેલા 100 જેટલા પરિવારો ને હાલમાં જરૂરીયાત ઘરવખરી સામાન પૈકી29 કુટુંબોને અનાજની કીટ અને વાસણનો સેટ જેવી વસ્તુઓની જરૂરિયાત ઊભી થતા તેના અનુસંધાનમાં આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા તારીખ.29-9-2025 ના રોજ સહાય પેટે કીટ પૂરી પાડવામાં આવી હતી.
સુરતના અધ્યક્ષ એવા કાંતિભાઈ કુનબી, નિરવભાઈ ગરાસીયા, વિનોદભાઈ પટેલ, અંનતભાઇ કોકણી, નરેશભાઈ પટેલ, ધર્મિષ્ઠબેન પટેલ, ચેતનભાઇ પટેલ, ઠાકોરભાઈ પટેલ સાથે સુરતની ટીમ દ્વારા મુલાકાત લઇ ઉનાઈના સિંણધઈગામે અને ઉમરાના વહેવલ ગામે 15 તેમજ ચીખલીના તલાવચોરા ગામના શામળાજી ફળિયામા 6 અસરગ્રસ્તો પરિવારોને અનાજની કીટ અને વાસણનો સેટ રૂબરૂમાં સુરતની ટીમ દ્વારા આપવામાં આવેલ. આદિવાસી સમાજના સૌ ઉદાર હાથે આપેલ દાતાઓ દ્વારા દાન ફાળો જમા કરવામાં આવેલ તેના થકી જ આ શક્ય બન્યું છે અને આટલા ઝડપથી ઓછા સમયમાં આપણે સમાજના સભ્ય એ વિસ્તારની મુલાકાત કરી અસરગ્રસ્ત લોકોને સહાય પેટે કીટ પૂરી પાડવામાં આવેલ.
આપ સૌ દાતાઓના ખુબ ખુબ આભાર માનીએ છીએ કે જેઓના થકી જ આજે આપણે આ કાર્યને સરળતાથી બનાવી અસરગ્રસ્ત વિસ્તારોને મદદ કરી ખરેખર જરૂરિયાત લોકોને આપણે મદદ કરી એ આજના સંગઠનની પ્રવૃત્તિને બિરદાવા લાયક છે અને એના સહભાગી તરીકે સૌ દાતાઓ છે એવા દાતાઓને ફરી ફરી ખૂબ હૃદયથી ધન્યવાદ અને ભવિષ્યમાં ફરી પાછા જો આ પરિસ્થિતિ ઉભી અને જરૂરિયાત ઊભી થશે તો આપણે ફરી પાછા એક થઈને સંગઠનત ની ભૂમિકાસાથે નિભાવી એક અવાજે અસરકસ્ત વિસ્તારોમાં મદદ કરવા માટે સદાય તત્પર રહીશું ફરી ફરી અને સમગ્ર ટીમ સુરતની જે રીતે આખી રાત અને આખો દિવસ વરસાદમા અનાજની કીટ અને વાસણની કીટ તૈયાર કરવામાં તેમનો સમય આપી સહભાગી થયા એવા તમામ સભ્યોને સમસ્ત આદિવાસી સમાજ ખૂબ હૃદયથી લાગણીથી આભાર વ્યક્ત કરીએ છીએ.

