વલસાડ: વલસાડ જિલ્લામાં શનિવારે રાત્રે ત્રાટકેલા વાવાઝોડા બાદ થયેલા નુકસાનનો સર્વે સોમવારથી શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના નેતૃત્વ હેઠળ વિવિધ ટીમો બનાવીને અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનું આકલન કરવામાં આવી રહ્યું છે.
વાવાઝોડાને કારણે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તાર સહિતના ગામોમાં ભારે નુકસાન થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.આ સર્વે કામગીરી માટે વીજ કંપની, ડિઝાસ્ટર વિભાગ, ખેતીવાડી અને બાગાયત વિભાગ તેમજ ગ્રામ પંચાયતના તલાટીઓની ટીમો સહિતના વિવિધ વિભાગોને જોડવામાં આવ્યા છે.
જિલ્લાના અલગ અલગ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગામસ્તર સુધી પહોંચીને નુકસાનીની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.

