વાપી: વાપી વોર્ડ નંબર 9 માં આવેલી નવીનગરી ખાતે વર્ધમાન કોમ્પ્લેક્સમાં છેલ્લા ચાર મહિનાથી સ્થાનિક રહીશો ગટર ઉભરાતી સમસ્યાથી હેરાન છે.વાપી મહાનગરપાલિકા બનતા વારંવાર રજૂઆત કરતા કમિશનરને અધિકારીને રજૂઆત કરતા આજ સુધી કોઈપણ ઉકેલ આવ્યો નથી. જેના કારણે સ્થાનિકોમાં મનપા સામે આક્રોશ વધી રહ્યો છે.

સોમવારે સ્થાનિકોએ વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર અશ્વિન પાઠક જોડે વાત કરવામાં આવતાં તેમણે 15 દિવસમાં એનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ડ્રેનેજ ઊભરાતા સ્થાનિકોને તકલીફ પડી રહી છે.

આરોગ્ય ટીમ નહી આવી રહી છે કે ન તો સાફ-સફાઈવાળા આવી રહ્યા છે અને આ તકલીફથી સોસાયટીના રહીશોમાં ફરિયોદો વધી રહી છે, પરંતુ તંત્ર દ્વારા કોઇ ખાસ કામગીરી કરી નથી. જેથી વાપી મનપાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરે તે જરૂરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here