વાંસદા: બે દિવસ પહેલા અચાનક આવેલા ચક્રવાતે તબાહીનો ભારે તાંડવ મચાવ્યો હતો, તેમાં ચીખલી તાલુકાના અનેક ગામો, વાંસદા તાલુકાના સિણધઈ ગામ અને મહુવા તાલુકાના વહેવલ ગામમાં તબાહીના મંજરો ખુબ જ ભયાવહ રહ્યા હતાં. 500 થી વધારે અસરગ્રસ્ત બન્યા હતાં અને તેમાં 150 થી વધારે ઘરોમાં મોટાપાયે નુકસાન થયું હતું અને 30 થી વધારે ઘરો સંપૂર્ણ તારાજ થયા હતાં.

આ સમયે યુથ લીડર ડો. નીરવ પટેલ પોતાની ટીમ સાથે ગુજરાત રાજય સહિતની અનેક સેવાભાવી સંસ્થાઓ ચક્રવાતમાં બરબાદ થયેલા પરિવારોને મદદરૂપ થવા આગળ આવી હતી. ડો.નિરવ ભુલાભાઇ પટેલ, કુંજન ઢોડિયા,વકીલ કેયુર પટેલ, કમલેશ પટેલ, કિરણ પટેલ, મુકેશ બામણીયા, જીમિલ ધોડિયા, જીજ્ઞેશ પટેલ, ડો.કૃણાલ પટેલ, રણજીત જોશીયા, ડી.ઝેડ.પટેલ, કિરીટ ઢોડિયા, તિલક પટેલ, મુકેશ તીઘરા, હિતુ ઢોડિયા, નિરવ વલવાડા, મનીષ વહેવલ, વિરલ વહેવલ, શિવમ પટેલ, અરુણ ઘેકટી, સ્વાસ્તિક ઢોડિયા, ઉમેશ મોગરાવાડી, વકીલ અરુણ ચિતાલી, ઈશ્વરભાઈ પ્રકૃતિ હોટેલ, તરલ સરપંચ, તુષાર પટેલ, ભાવેશ નાધઈ, રાહુલ ડેની, ડો.ચેતન પટેલ, શૈલેષભાઇ નવસારી, અરવિંદભાઈ, ધર્મેશભાઈ, નરોતમભાઈ, કૃણાલ, શૈલેષભાઈ ઘેજ, કાર્તિક, મયુર રૂપવેલ, પિન્ટુ ડોલવણ, ડો.ધ્વનિલ સહીતના ટીમના આગેવાનો ખુબ મોટી સંખ્યામાં 100 થી વધુ તાડપત્રી,150 થી વધુ અનાજ-કરિયાણાના પેકેટ, 150 થી વધુ ધાબળા, બિસ્કિટ, શાકભાજી સહીતની રાહત સામગ્રી લઈને પહોંચ્યા હતાં.

આ બાબતે Decision News સાથે વાતચીત કરતા ડો.નિરવ પટેલે જણાવ્યું હતું કે અમે ટીમ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું, ત્યારે તારાજીના ભયાવહ દ્રશ્યો જોઈને અમારું હૃદય દ્રવી ઉઠયું હતું. લોકોએ વર્ણન કરતા જણાવ્યું હતું કે અમે બધા જમવાનું જમી રહ્યા હતાં અને અચાનક આકાશમાંથી અગનગોળા વરસ્યા અને 2 મિનિટમાં અમારી જિંદગી બરબાદ થઇ ગઈ. હવામાં છાપરાઓ,ફ્રિજ,વાસણો તો દૂર 500 લિટરની ટાંકીઓ પણ ઉડતી જોઈ અને એ ભયંકર દ્રશ્યો હજુપણ આંખોમાંથી ખસતા નથી.વર્ણન કરતા લોકોની આંખોમાં આંસુઓ અને ભયનો વર્તારો સ્પષ્ટ દેખાતો હતો.વહેવલ ગામમાં 2-3 સંપન્ન પરિવારના લોકોને જેલોકોને માત્ર થોડુ નુકસાન હતું એલોકોએ ગામના અન્ય જરૂરિયાતમંદ લોકોની તકલીફોને નજરઅંદાજ કરી મફતની સહાય મેળવવા જે રીતે અટકચાળાઓ કર્યા એ દુઃખદ બાબત હતી. એ લોકોએ પોતાના ગામના જરૂરિયાતમંદ લોકોની તકલીફો પર તરાપ મારતા પહેલા એલોકોની તકલીફો વિશે સહેજ વિચારવું જોઈતું હતું, પરંતુ અન્ય લોકોના દુઃખ આગળ આ બધી ગૌણ બાબતો હતી અને અમારી ટીમની સરાહનીય કામગીરી બદલ અનેક લોકોએ દિલથી આશિર્વાદ આપ્યા હતા. આ તબક્કે અમે તમામ આગેવાનો, કાર્યકર્તાઓ અને અઢળક સહયોગ આપનાર તમામ ડોકટરો, એન્જીનિયરો, વકીલો, શિક્ષકો અને અન્ય તમામ દાનવીરોનો હૃદયથી આભાર માન્યે છીએ અને ભવિષ્યમાં પણ જયારે દેશ અને સમાજને જરૂર હોય ત્યારે એકબીજાને ખભેથી ખભે હાથ મૂકીને અડીખમ ઉભા રહીશું એવો આશાવાદ વ્યક્ત કરું છું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here