વાંસદા: તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા ધોધમાર વરસાદે ઠેર-ઠેર તારાજી સર્જી છે, જેના કારણે સીણધઈ ગામના હોલીમોરા અને દુતાળા આંબા ફળિયામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે વાવાઝોડા કારણે ઘરોને મોટા પાયે નુકસાન નોંધાયું છે.
Decision News ને માર્ગ અને મકાન વિભાગનીના અધિકારી પાસેથી મળેલી જાણકારી મુજબ વાંસદા તાલુકામાં ભારે વરસાદ સાથે ચક્રવાત સર્જાયો હતો જેના કારણે મુખ્ય સીણધઈ ગામના હોલીમોરા અને દુતાળા આંબા ફળિયામાં ખૂબ જ મોટું નુકશાન થયું હતું તથા વાંસદા તાલુકાના વિવિધ ગામો માં ઝાડો પડવાના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા
જેની જાણ વાંસદા માર્ગ અને મકાન વિભાગની ટીમ ને થતા મોડી રાતે જ વાંસદા તાલુકાના વિવિધ ગામોમાં જરૂરિયાત મુજબ જેસીબી મજૂરો તથા કટર મશીન લઈ ને અમારી ટીમ પહોચી ગઈ હતી અને રાતે જ પંચાયત માર્ગ અને મકાન વાંસદા હસ્તક ના બધા જ રસ્તા ટ્રાફિકેબલ કરી દેવામાં આવ્યા હતા અને અત્યારે પણ જે રીતે જાણ થાય છે એ રીતે ટીમ જે તે ગામોમાં પહોચી રહી છે

