વલસાડ: ગતરાત્રે વલસાડના વિવિધ વિસ્તારમાં ભારે પવન અને મુશળધાર વરસાદને કારણે વલસાડના નાના સુરવાડા ગામના અનેક મકાનોમાં ભારે નુકશાન થયું હતું અને ઘરવખરીને પણ મોટા પ્રમાણમાં નુકશાન થતા લોકો ચિંતિત બન્યા હતા ત્યારે વલસાડ સાંસદ ધવલ પટેલ આ પરિવારની મુલાકાતે પોહ્ચ્યા હતા.
લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદશ્રી ધવલભાઈ પટેલે વલસાડ ના પ્રાંત અધિકારી શ્રી સાથે વિવિધ વિસ્તારોમાં પ્રવાસ કરી વાવાઝોડા મા થયેલ નુકશાનની સમીક્ષા કરીને સ્થળનું નિરીક્ષણ કર્યું તથા અસરગ્રસ્ત પરિવારોને સાંત્વના આપીને સરકારશ્રી દ્વારા મળતી રાહત સહાયનો લાભઆપીને તેમનું જીવન પૂર્વવત કરવા માટે બાંધેધરી આપી.
Decision News ને મળેલી જાણકારી મુજબ આ મુલાકાત પ્રવાસ દરમ્યાન તાલુકા ભાજપ પ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ, શ્રી અમીષભાઈ પટેલ સહિત સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

