આહવા: ગતરોજ આહવા ગ્રામપંચાયતના સરપંચ હરિચંદભાઈ એવાજુ ભોયેએ અચાનક રાજુનામાનો પંચાયતનો લેટર તાલુકા વિકાસ અધિકારીશ્રીને આપી દીધાનો વીડિયો અને ફોટોગ્રાફ વાયરલ થતા ચર્ચાનો વંટોળ ઉઠયો હતો અને ગ્રામજનો અસંમજસમાં મુકાઈ ગયા હતા. આ રાજીનામું કેમ આપ્યું ? કોના દબાણ હેઠળ આપ્યું ? કોની હતી માનસિક હેરાનગતિ વગેરે સવાલો ઉભા થયા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આહવા ગ્રામ પંચાયત તે હાલ સરપંચ તરીકે કાર્યરત હરીચંદભાઈ એવાજુભાઈ ભોએ રહેવાસી આહવા દેવલપાડાનું જણાવવાનું કે આવા ગ્રામ પંચાયતમાં સભ્યશ્રીના પતિ ખૂબ જ દખલગીરી કરે છે અને ખૂબ જ હેરાન પરેશાન કરે છે.
વોર્ડ નંબર 9 વોર્ડ નંબર 10 વોર્ડ નંબર 13 તથા ઉપસરપંચ શ્રી માનસિક ત્રાસ આપે છે અને પોતાના ઘરની પેઢી સમજે છે પોતાના મનસ્વીકાર ભાર કરે છે તથા સરપંચનો માન સન્માન જળવાતું નથી અને હવે મારાથી સહન થાય તેવી પરિસ્થિતિ નથી અને ખોટા કામ મારાથી થશે નહીં. હું મારા પદ્ધતિ રાજીનામું આપું છું રાજી ખુશીથી રાજીનામો આપું છું.











