વાપી: વાપી નગરપાલિકાને સ્વચ્છ સર્વેક્ષણ 2024માં ‘અ’ વર્ગની કેટેગરીમાં પ્રથમ ક્રમ મળ્યો છે. રાજ્યની અ વર્ગની નગરપાલિકા પૈકી સૌથી મોટી નગરપાલિકા વાપી નગર પાલિકા હતી. વર્ષ 2024ના નગર પાલિકાના સ્વચ્છતા સર્વેક્ષણમાં આ વર્ગની નગર પાલિકાઓમાં રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી વાપી નગર પાલિકાને 1 કરોડનું ઇનામ મહાનગર પાલિકાના કમિશ્નરે સ્વીકાર્યું હતું.

વાપી નગર પાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથન સ્થાન મેળવ્યું હતું. જેમાં વાપી શહેરમાં રહેતા લોકોનો સિંહફાળો હતો. હવે મહાનગર પાલિકા બનતા મહાનગર પાલિકામાં નવા જોડાયેલા 11 ગામોમાં સ્વચ્છતા માટે જરૂરી સુવિધાઓ ઉભી કરીને આગામી દિવસોમાં વાપી મનપાને રાજ્યની મહાનગર પાલિકામાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ નંબર લાવવા સ્થાનિક લોકોએ જરૂરી મદદ કરશે અને વાપીની સ્વચ્છ અને સુંદર વાપી રાખવામાં મદદ રૂપ બનવા માટે રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ લોકોને અપીલ કરી છે.

સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪માં રાજ્યની ‘‘અ’’ વર્ગની કેટેગરીની નગરપાલિકાઓમાં વાપી નગરપાલિકાને પ્રથમ ક્રમાંક મળવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વાપી મહાનગરપાલિકાના કમિશ્નર યોગેશ ચૌધરીને સન્માનિત કરી નિર્મળ ગુજરાત એવોર્ડ અંતર્ગત રૂ. એક કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.રાજ્યની નગરપાલિકાઓમાં ઘન અને પ્રવાહી કચરાનો યોગ્ય નિકાલ થાય, શહેરો સ્વચ્છ અને સુંદર બને તે માટે નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ કાર્યક્રમ તા.26/09/2025 માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેમાં વાપી નગરપાલિકાને એવોર્ડ મળતા વાપી વાસીઓમાં ખુશીની લહેર પ્રસરી હતી.