નવસારી: નવસારીમાં ગલગોટાના ભાવમાં એક જ દિવસે કિલોમાં રૂ. 40થી 50નો ભાવમાં વધારો થયો હતો. જોકે નવરાત્રીનો પર્વ હોય ગલગોટા ખરીદવા પડાપડી કરી હતી. બુધવારે માર્કેટમાં એક કિલોનો ભાવ 100થી 120 પ્રતિ કિલોએ નાના વેપારીઓ વેચાણ કરતા હતા.
નવસારી એપીએમસીમાંથી મળતી માહિતી મુજબ આજરોજ ગલગોટાના ભાવ રૂ. 20 થી 25 કિલોનો બોલાય છે પણ નવરાત્રીના પર્વે નવ દિવસ ગલગોટાની માંગ રહેતા તેનો કિલોનો ભાવ રૂ.40 કિલો બોલાયો હતો અને ખેડૂતોને પણ આ ભાવ મળતા ખુશ હતા. જોકે નાના વેપારીઓ બજારમાં પ્રતિ કિલોએ રૂ. 100થી 120 લોકો પાસેથી વસૂલ કર્યો હતો. નવરાત્રી અને દિવાળી પર્વે ગલગોટાના ભાવમાં વધારો થતો હોય નવસારીના ગલગોટા વાવતા ખેડૂતોને આ ભાવ વધારો મળતો હોય છે.
સામાન્ય દિવસોમાં ગલગોટા પ્રતિ કિલોનો ભાવ 20થી 25 પણ નવરાત્રી અને દિવાળીના પર્વે પૂજન માટે ગલગોટાની માંગ હોય તેનો ભાવ આ વખતે કિલોના રૂ.40થી 50 ખેડૂતોને મળ્યા છે. જેનાથી ખેડૂતોને ભાવ પણ મળતા ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.

            
		








