ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના અછાલીયા ગ્રામ પંચાયત જુનું પંચાયત મકાન જર્જરિત હાલતમાં હતું. જે બાબતે ગામના સરપંચ અને ગ્રામજનોએ જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિહ વાસદિયા રજુઆત કરી ધ્યાન દોર્યું હતું જે બાબતે ને જીલ્લા પંચાયત પ્રમુખે ગંભીરતાથી લેતા તાત્કાલિક ગ્રાન્ટ ફાળવણી કરી.

જીલ્લા પંચાયત પ્રમુખે બાબત ગંભીરતાથી લઇ ફાળવણી કરેલ ગ્રાન્ટથી આજરોજ અછાલીયા ગામે નવીન ગ્રામ પંચાયતના બાંધકામ માટે 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતા જેનું ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું.

ગ્રામજનો સાથે સરપંચની ઉપસ્થિતિમાં વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી અને જેને લઈને ગામના સરપંચ કૌશિક વસાવા તેમજ ગ્રામજનો એ પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે રાજનેતિક આગેવાનો સામાજિક આગેવાનો ગામના સરપંચ કૌશિક વસાવા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.