નવસારી: નવસારીની ગણદેવી સુગર ફેક્ટરીએ રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. પુણે સ્થિત પ્રતિષ્ઠિત ડેક્કન સુગર ટેક્નોલોજિસ્ટ એસોસિએશને તેમને બેસ્ટ સુગર ફેક્ટરી પરફોર્મન્સ એવોર્ડથી સન્માનિત કરી છે.

ગણદેવી સુગર ફેક્ટરીએ દેશની તમામ સુગર ફેક્ટરીઓમાં શ્રેષ્ઠ કામગીરી બજાવી છે. ફેક્ટરીની ખાંડ ઉત્પાદન ક્ષમતા અને મૂલ્યવર્ધન થકી વધુ આવક મેળવવાની કુશળતાને ધ્યાનમાં લેવામાં આવી છે. ખાસ કરીને, ખેડૂતોને શેરડીના સૌથી વધુ ભાવ આપવાની તેમની નીતિને કારણે આ સન્માન મળ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આ એવોર્ડથી ફેક્ટરી સાથે જોડાયેલા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. ગણદેવી સુગર ફેક્ટરીએ માત્ર ઉત્પાદનમાં જ નહીં, પરંતુ ખેડૂત કલ્યાણમાં પણ અગ્રેસર રહી પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here