વલસાડ: વલસાડના વાંકી નદી ચંદ્ર મોલેશ્વર મંદિર નજીકના હાઈવે ઉપર આજરોજ વહેલી સવારે સુરત તરફ જઈ રહેલા અજાણ્યા મોટા વાહન ચાલકે અચાનક બ્રેક મારી દેતા તેમની પાછળ આવેલા ટ્રક નંબર RJ.47.GA.1440 અને એની બાજુમાં ચાલી રહેલ કાર નંબર જીજે.15.સીજી.6432 કાર ધડાકાભેર ઘૂસી જતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. વલસાડના નેશનલ હાઇવે પર આવેલ વાંકી નદીના પુલ પર આગળ ચાલતા અજાણ્યા વાહન પાછળ ટ્રક અને કાર ઘૂસી જતા ટ્રિપલ અકસ્માત સર્જાયો.

અકસ્માતમાં ટ્રક ચાલકને ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.વલસાડના વાંકી નદી ચંદ્રમોલેશ્વર મંદિર નજીક હાઇવે ઉપર સુરત તરફ જઈ રહેલા અજાણ્યા વાહનના પાછળ ટ્રક અને કાર ઘુસી જતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.જેને લઇને હાઇવે ટ્રાફિક જામ સર્જાયો હતો.અકસ્માત બાદ વલસાડ સીટી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી કેનની મદદથી વાહનોને સાઈડ પર કરીને વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો.

આ અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી.ટ્રક ચાલકને સારવાર અર્થે 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને લઈને હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં સીટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ક્રેનની મદદથી રસ્તા વચ્ચે પડેલા વાહનોને સાઇડે કરીને વાહન વ્યવહાર ફરી ચાલુ કરાવ્યો હતો.