વલસાડ: વલસાડના પ્રસિદ્ધ આસ્થા કેન્દ્ર પારનેરા ડુંગર ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે વલસાડ પોલીસ વિભાગે વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ પવિત્ર સ્થળે માતાજીને ધજા અને ચાંદીનું છત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ પારનેરા ડુંગર પર બિરાજમાન માતાજીનું મંદિર વલસાડનું મહત્વપૂર્ણ આસ્થા કેન્દ્ર છે. નવરાત્રી દરમિયાન અહીં દૂર-દૂરથી ભક્તો દર્શન માટે આવે છે.કાર્યક્રમમાં વલસાડના એસપી યુવરાજસિંહ જાડેજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

તેમની સાથે ડીવાયએસપી એચક્યુ ભાર્ગવ પંડિયા, ડીવાયએસપી એ.કે. વર્મા અને ડીવાયએસપી બી.એન. દવે સહિત જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.એસપી યુવરાજસિંહ જાડેજા અને અન્ય પોલીસ અધિકારીઓએ ધજા તથા ચાંદીના છત્રની વિધિવત પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે વલસાડ જિલ્લા પોલીસે જિલ્લાવાસીઓના દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.