ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકા ખાતે, એન.સી.પી. પાર્ટીના સંગઠનમાં નવરાત્રીના ત્રીજા દિવસે  મોટી સંખ્યામાં એન.સી.પી. પાર્ટીના સંગઠન માં, કાર્યકર્તાની નિમણૂક્તિ,  વલસાડ જિલ્લામાં એન.સી.પી. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય. શ્રી અજીત દાદા, ગુજરાત પ્રદેશનાં પ્રભારી, પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અનુસાર નિયુક્તિ કરવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી નિકુલસિગ તોમર, મહામંત્રી શ્રી હેમાંગભાઈ શાહ, પ્રદેશ યુવા પ્રમુખ શ્રી જયેશભાઈ પંચાલ, નાં નિર્દેશ અનુસાર આજે એન.સી.પી.વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી કમલેશભાઈ પાડવી,  ઉપપ્રમુખ  સંગઠન મંત્રી. મંત્રી ઉપેન્દ્ર પટેલ,  તેમજ અન્ય એન.સી.પી. પાર્ટીના હોદ્દેદારો અને 8 આગેવાનોની હાજરીમાં ધરમપુર તાલુકાના યુવા પ્રમુખ શ્રી જતિનભાઈ આર. પટેલ, ની નિયુક્તિ આજરોજ કરવામાં આવી છે. 

આ નિયુક્તિથી આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોટો ફેરફાર થવાની સંભાવનાઓ છે.જે મુજબનો વિશ્વાસ સૌવ એન.સી.પી. પાર્ટીના હોદ્દેદારોએ વ્યક્ત કર્યો હતો. હવે ધરરમપુર તાલુકામાં, ભાજપ, કોંગ્રેસ પછી , હાલ એન.સી.પી. પાર્ટી પણ  ચુંટણીમાં પોતાનાં ઉમેદવારો ઉતારી પ્રજાની વચ્ચે  મુકશે, અને પ્રજાનો વિશ્વાસ મત મેળવવા મેદાનમાં ઉતારશે.. એ માટે આજે ધરમપુર ખાતે  એન.સી.પી. પાર્ટીની ઓફિસ થી બધાં હોદેદારો તેમજ સંગઠનનાં કાર્યકરો એ, રણશિંગું ફુકેલ છે. હવે જોવાનું રહ્યું કે વાપીની જનતા કઈ પાર્ટી ઉપર પોતાની પંસદગી ઉતારશે.. એતો આવનારો સમય જ બતાવશે..