ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની બસોના રૂટ બંધ થતાં વિધાર્થીઓ અને નોકરિયાત વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને આમ આદમી પાર્ટી અને વિદ્યાર્થીઓ દ્વારા ઝઘડિયા બસ ડેપો મેનેજરને બસના બંધ રૂટો ચાલુ કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આવેદનપત્રમાં જણાવ્યું છે કે બસ કોઈ દિવસ સમયસર આવતી નથી અને બસ ટ્રેકિંગ લોકેશન બતાવતું નથી જેના કારણે અંકલેશ્વર ભરૂચ સહિત જતા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ સમયસર પહોંચી શકતા નથી જેથી હાલાકીનો સામનો કરવો પડે છે તેમજ અંકલેશ્વર ભરૂચ ઝઘડિયા રાજપારડી માટે ના રૂટ માટે બસ નહિવત છે.
ઉમલ્લા, રાજપારડી થી અંકલેશ્વર જવા માટે સવારે 7:00 કલાકે કોઈ બસ ફાળવવામાં આવી નથી જ્યારે રાજપીપળા તરફથી આવતી બસોમાં પેસેન્જર વધુ હોવાથી બેસવા માટે જગ્યા જ નથી હોતી, દરિયા થી ઝઘડિયા બસ રુટ ચાલુ કરવા માટે ત્રણ મહિના અગાઉ રજુઆત કરવામાં આવી છે પરંતુ તેનું આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યો નથી અને બસ લેટ હોવાના બાબતે કંટ્રોલ રૂમમાં ફોન કરતાં કંટ્રોલ રૂમમાં હાજર સ્ટાફ દ્વારા સરખો જવાબ આપવામાં આવતો નથી, જેથી આ સમસ્યાઓનો ત્વરિત ઉકેલ લાવવામાં તેવું જણાવવામાં આવ્યું છે.

