ડાંગ: ડાંગ જિલ્લાના બારીપાડા ગામ નજીક પીકઅપ ગાડી પલ્ટી મારી ગઈ હતી જ્યારે નડગખાદી દાવદહાડ નજીક ટેમ્પો પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બન્ને વાહનચાલકોને નાન-મોટી ઇજા પહોંચી હતી. ડાંગ જિલ્લાના જુદા જુદા બે સ્થળોએ અકસ્માત સર્જાયા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ ડાંગ જિલ્લાના સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગના બારીપાડા ગામ નજીક પીકઅપ ગાડી (નં. એમએચ-15-જીવી-6472)ના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા પીકઅપ ગાડી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ બનાવમાં પીકઅપ ગાડીને જંગી નુકસાન થયું હતું. જ્યારે બીજો બનાવ આહવાથી વઘઇને જોડતા રાજ્ય ધોરીમાર્ગના નડગખાદી-દાવદહાડ ગામ નજીક ટેમ્પો (નં. જીજે-03-બીઝેડ-8801)નાં ચાલકે પણ સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા સ્થળ પર ટેમ્પો માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ટેમ્પોને જંગી નુકસાન થયું હતું. જ્યારે બન્ને વાહનોનાં ચાલકોને નાની મોટી ઈજા પહોંચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયો હોવાની વિગતો સાંપડી છે.

