વાંસદા: વાંસદા નગરના નિવાસી શાળાની સામે આવેલી સુંદરવન સોસાયટીમાં ગત રવિવારના રોજ મોડી રાત્રે દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
વાંસદા નગરના નિવાસી શાળાની સામે અને ડ્રાય હોસ્ટલ નજીક આવેલી ચંદ્રવન સોસાયટીમાં ગત રવિવારના રોજ રાત્રીના સમય દીપડો શિકારની શોધમાં બહાર નીકળી આવતા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.જેથી આ વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
નગરના ગુલાબ વાટિકા સોસાયટી અને દત્ત પ્લાઝાની દિવાલ પાસે પણ દીપડો અવારનવાર લોકો નજરે જોયો હતો અને ગુલાબ વાટિકામાં પણ રાત્રિના સમયે સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.વાંસદા વિસ્તારમાં નવરાત્રી ઉત્સવ શરૂ થયો છે, જ્યારે આ રસ્તાઓ પર દીપડો આંટાફેરા મારતા હોવાથી લોકોમાં રાત્રે બહાર નીકળવામાં ડર અનુભવી રહ્યા છે.

