વલસાડ: વલસાડમાં ઈમરજન્સી સારવાર માટે દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ ભારે ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. આ પરિસ્થિતિમાં વલસાડના સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલે તાત્કાલિક પગલાં લીધા હતા.
સાંસદ, ધારાસભ્ય અને જિલ્લા સંગઠનના આગેવાનો જાતે રસ્તા પર ઉતર્યા હતા. તેમણે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી અને એમ્બ્યુલન્સને ટ્રાફિકમાંથી બહાર કાઢી હતી. નવનિર્મિત ઓવરબ્રિજનો ઉપયોગ કરીને એમ્બ્યુલન્સને આગળ રવાના કરવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ આ ઘટનાના સાક્ષી બનેલા સ્થાનિક લોકોએ સાંસદ ધવલ પટેલની આ કામગીરીની ભરપૂર પ્રશંસા કરી હતી. જનપ્રતિનિધિઓની આ ત્વરિત કાર્યવાહીથી એક દર્દીનો જીવ બચાવવામાં મદદ મળી હતી.

