કપરાડા: કપરાડા તાલુકાનું વિભાજન થવા જઇ રહ્યું છે. જેથી શનિવારે મોટાપોંઢાના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.જેમાં મોટાપોંઢા ગામને નવા આકાર પામતા તાલુકાનું વડુ મથક બનાવવા માગ કરી હતી.

મોટાપોંઢાના આગેવાનો અને સ્થાનિકોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કપરાડા તાલુકાનુ વિભાજન થવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. જેથી સૌ ગામવાસીઓ તરફથી રજુઆત કરવા માગીએ છે કે નવા બનનારા તાલુકાને મોટાપોઢા તાલુકો નામ આપે. તાલુકાનુ વડુમથક પણ મોટાપોંઢાને જ જાહેર કરવામાં આવે. ભૌગોલાક દ્રષ્ટિએ પણ મોટાપોઢા કેન્દ્રમાં આવે છે તથા આવન-જાવન તેમ જ તમામ પ્રકારના વ્યવસરી માટે મોટાપોંઢા યોગ્ય સ્થળ રહેશે.

તે ઉપરાંત મોટાપોંઢા ગામ તાલુકાન સૌથી મોટુ ગામ વિકસિત ગામ છે.અહી તમામ પ્રકારની શાળા કોલેજ આવેલા છે.ગામને તાલુકા મથક તરીકે વિકસાવવામાં આવે તો ગામના હટીમાળ ફળીયામાં મુખ્ય રસ્તાને લગોલગ વિશાળ મેદાન પણ આવેલું છે.તે સિવાય તમામ પ્રકારની સુવિધાઓ અહી પ્રાપ્ત હોવાથી મોટાપોઢાને નવા તાલુકાના વડા મથક તરીકે વિકસાવવા પ્રયત્ન કરશો એવો તમામ ગ્રામજનોનો આગ્રહ છે.