વલસાડ: વાપી અને પારડી ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ પારડી દ્વારા રસ્તાઓની સંભાળ માટેના કાર્યો તેજ ગતિએ શરૂ કરવામાં આવ્યા છે. છેલ્લા અઠવાડિયાંથી વરસતા વરસાદને કારણે કામો અટકેલા હતા,પરંતુ હવે વાતાવરણ સુધરતા તમામ કાર્યો પુનઃ શરૂ થયા છે.

હાલમાં મુખ્યત્વે ડામર પેચવર્ક, ગેરુ-ચૂના, થર્મોપ્લાસ્ટના પટ્ટા અને જંગલ કટિંગનું કામ પ્રાથમિકતા સાથે કરવામાં આવી રહ્યું છે.રસ્તાના ખાડાઓ ભરાઈ રહ્યા છે.માર્ગો પર ગેરુ-ચૂના કરીને વાહનચાલકોને દ્રશ્યમાનતા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે અને રસ્તાની બાજુએ ઉગી ગયેલી ઝાડીઓ કાપીને સફાઈનું કામ ચાલી રહ્યું છે.

વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે લોકોને સુરક્ષિત અને સુગમ મુસાફરી મળી રહે એ માટે અમારી ટીમ પૂરજોશમાં કાર્યરત છે.દિવાળી પહેલાં તમામ મુખ્ય માર્ગોને સારામાં સારા બનાવવાનો અમારો સંકલ્પ છે.સ્થાનિક નાગરિકો પણ આ કામગીરીને લઈને ખુશી વ્યકત કરી રહ્યા છે અને પ્રશંસા કરી રહ્યા છે કે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદ પછી તરત જ માર્ગ સુધારણા પર ધ્યાન આપવામાં આવ્યું છે.