વલસાડ: વલસાડમાં નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત છુટાછવાયા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી હતી.આ અણધાર્યા વરસાદે ગરબા આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે.
શેરી ગરબાથી માંડીને મોટા કોમર્શિયલ ગરબાના આયોજકો પરેશાન દેખાઈ રહ્યા છે. વરસાદને કારણે ગરબાની તૈયારીઓ પર અસર થવાની આશંકા છે.મોસમ વિભાગની આગાહી, દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું મોસમ વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
22 સપ્ટેમ્બરને પહેલાં નોરતે હવામાન વિભાગે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપ્યું છે.કોમર્શિયલ આયોજકોએ વરસાદને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં લીધા છે. તેમ છતાં, વરસાદ નવરાત્રીના ઉત્સાહમાં ખલેલ ન પહોંચાડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. વરસાદે નવરાત્રીના પ્રથમ દિવસથી જ ગરબાના માહોલને પ્રભાવિત કર્યો છે.

