ઝઘડીયા: હાલ ગુજરાતના અલગ જીલ્લાના તાલુકાઓમાં રાશનકાર્ડ ધારકોને NON-NFSA માં તબદીલ કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી રહી છે. જેમાં ભરૂચ જિલ્લામાં વાલિયા બાદ ઝઘડીયા તાલુકામાં પણ14,000થી વધુ રાશન કાર્ડ ધારકોને NON-NFSA માં તબદીલ કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ પાઠવેલ નોટીસના અનુસંધાનમાં આજ રોજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના રાજ્યના રાજ્યપાલને સંબોધીને ઝઘડિયા મામલતદાર આવેદનપત્ર પાઠવ્યું હતું,જેમાં જણાવાયું છે કે રાશનકાર્ડ ધારકોને આપવામાં આવેલ નોટિસો નેશનલ ફુડ સિક્યુરિટી એક્ટ 2013 ના કાયદા નિયમો અને સત્તાવાર પરિપત્ર વિરુદ્ધ છે.
નોટિસો જ રદ્દ કરવામાં આવે આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે અને આ પ્રસંગે સંદિપસિંહ માંગરોલા, શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, વિપુલ વસાવા, કેયુર પટેલ, રોહિત વસાવા, ધર્મેન્દ્ર પટેલ અને મુનીરભાઈ સહિતના આગેવાનો અને ઝઘડીયા તાલુકાના રાશનકાર્ડ ધારકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

