વાંસદા: વાંસદા તાલુકાના રૂપવેલ ગામે એક મહિલા ગાય માટે ઘાસ કાપવા ખેતરે ગઈ હતી એ દરમિયાન મધમાખીનું ઝુંડ મહિલા ઉપર હુમલો કર્યો હતો. જે બાદ નજીકના લોકોએ મહિલાને કાપડથી ઢાંકી સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. વાંસદા તાલુકાના રૂપવેલ ગામમાં પટેલ ફળિયામાં રહેતા શાંતાબેન વેલજીભાઈ કુંનબી પોતાના ખેતરમાં પશુ માટે ઘાસ કાપતા હતા.તે દરમિયાન મધમાખીના ઝુંડનો અચાનક હુમલો થયો હતો.

મધમાખીના ઝુંડનો અચાનક હુમલાથી ગભરાયેલા શાંતાબેન 200 મીટર જેટલા દોડતા દોડતા મદદ માટે ગયા હતા ત્યાં લોકોએ એમને કપડાથી ઢાંકી દઈ ગાડીમાં બેસાડી દીધા હતા. આ દરમિયાન મધમાખીએ પણ લોકો ઉપર પણ હુમલો કર્યો હતો. શાંતાબેનને તરત જ સારવાર અર્થે પ્રથમ પ્રતાપનગર ગામે લઈ જવામાં આવ્યા ત્યાંથી વધુ સારવાર માટે રાણી ફળિયા ખાતે શ્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

શ્રી હોસ્પિટલના ડોક્ટર લોચન શાસ્ત્રીએ શાંતાબેનના શરીર ઉપરથી 200થી વધુ મધમાખીએ હુમલો કર્યો હતો. તેવા 200થી વધુ મધમાખીના ડંખને કાઢવામાં આવ્યા હતા. હાલ શાંતાબેન સારવાર હેઠળ હોય એમની તબિયત સુધારા પર છે પરંતુ ઘણીવાર આટલી મોટી સંખ્યામાં મધમાખીના ડંખ ઘણીવાર જીવલેણ સાબિત થતા હોય છે. છેલ્લા એક વર્ષમાં રૂપવેલ ગામમાં મધમાખીના હુમલાના પાંચથી વધુ કિસ્સા જાણવા મળ્યા છે અને જેમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે.