વલસાડ: PM નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત દેશભરમાં 75 સ્થળોએ ‘નમો મેરેથોન’નું આયોજન થયું તેમાં ગુજરાતમાંથી વલસાડ જિલ્લાના તિથલ બીચને આ મેરેથોન માટે પસંદ કરાયું અને ત્યાં આજે વલસાડમાં 1500થી વધુ દોડવીરોએ ભાગ લીધો હોવાનું જાણવા મળ્યું છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે વલસાડના તિથલ બીચ ખાતે યોજાયેલી ‘નમો મેરેથોન’માં મોટી સંખ્યામાં યુવાનો, વડીલો અને મહિલાઓ જોડાયા હતા ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા પાર્ટી પ્રમુખ હેમંત કંસારા અને જિલ્લાના ધારાસભ્યો ભરત પટેલ, જીતુભાઈ ચૌધરી, અરવિંદ પટેલએ મેરેથોનને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. જેમાં 1500થી વધુ દોડવીરોએ ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ દોડનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને નશાની લતથી દૂર રાખવાનો અને નાર્કોટિક્સના વધતા દુષણ અંગે જાગૃત કરવાનો છે.  વલસાડ ભાજપ યુવા મોર્ચા દ્વારા ‘નમો મેરેથોન’નું આયોજન કરી યુવાનોમાં જાગૃતિ લાવવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો.