ધરમપુર: એક સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિષય એટલે વિદ્યાર્થીઓ સાથે વ્યસન મુક્તિ અંગે વાતચીત કરવી.. કારણ કે યુવાનો ઘણીવાર વ્યસનની ઝપટમાં હોય છે આવા સમયે ડો હેમંત પટેલ દ્વારા ધરમપુર વનરાજ કોલેજના યુવાનો સાથે વ્યસન મુક્તિના મુદ્દાઓ ઉપર પ્રેરણાદાયી વાતો કરી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ વનરાજ કોલેજના વિદ્યાર્થીઓને વ્યસનના પ્રકારો દારૂ, ધૂમ્રપાન, ડ્રગ્સ, મોબાઈલ/ગેમિંગ વ્યસન અને તેની શારીરિક, માનસિક અને સામાજિક અસરો વિશે સમજાવવી, વિદ્યાર્થીઓને સ્વસ્થ જીવનશૈલી અને સારા નિર્ણયો લેવા માટે પ્રોત્સાહિત કર્યા.
ડો હેમંત પટેલે સ્વાસ્થ્ય, શિક્ષણ અને સેવા જ જીવન છે…ના કે નશો ” ધરમપુર- વનરાજ કોલેજમાં…છાત્ર શક્તિ સાથે ડો હેમંત પટેલનું નશામુક્ત અભિયાનની શરૂવાત કરી, વ્યસન શું છે ? “તેની ટેવ અને જીવન પર નકારાત્મક અસર •  શારીરિક: આરોગ્ય પર થતી અસરો, જેમ કે ફેફસાંની સમસ્યા (ધૂમ્રપાનથી) અથવા નબળી રોગપ્રતિકારક શક્તિ. •  માનસિક: તણાવ, ચિંતા, ડિપ્રેશન, અથવા એકાગ્રતામાં ઘટાડો. •  સામાજિક: મિત્રો અને પરિવાર સાથેના સંબંધોમાં તિરાડ, શૈક્ષણિક નિષ્ફળતા વિષે જણાવ્યું હતું.
વ્યસન રોકવાના ઉપાયો અંગે વાત કરતાં તેમને કહ્યું કે  •  જાગૃતિ: વ્યસનના લક્ષણો અને ટ્રિગર્સ ઓળખવા. •  સ્વસ્થ વિકલ્પો: રમતગમત, યોગ, નૃત્ય, અથવા સર્જનાત્મક શોખ અપનાવવા. •  ના કહેવાની કળા: પીઅર પ્રેશરનો સામનો કેવી રીતે કરવો તે શીખવું. •  મદદ માંગવી: શિક્ષકો, પરિવાર, અથવા કાઉન્સેલર પાસે મદદ લેવાનું મહત્વ વગેરે વાતચીતથી વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે છે અને તેઓ વ્યસનથી દૂર રહેવા માટે પ્રેરિત થાય એવો પ્રયાસ કર્યો હતો