ભરૂચ: ભરૂચના હાંસોટ નજીકથી પસાર થતી વનખાડીમાં અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીના ઉદ્યોગો દૂષિત પાણી છોડવામાં આવતું હોવાથી ખેતીલાયક જમીન બિન ઉપજાઉ બની હોવાના આક્ષેપ સાથે 3 ઓકટોબરના રોજથી ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી છે.વનખાડીમાં અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો તેમના કેમિકલયુકત પાણી છોડવામાં આવતું હોવા બાબતે કોંગ્રેસના નેતા વિજયસિંહ પટેલે જીપીસીબીને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યાં મુજબ વંદખાડી નજીકના કઠોદરા, પારડી, કુડાદરા, રોહીદ, વાલનેર, રાયમા, માલણપોર, કાંટાસાયણ, છીલોદરા, દંત્રાઇ, વાંસનોલી અને બાડોદરા સહિતના ગામોના ખેડૂતોની લગભગ 2 થી 3 હજાર એકર જમીન બિનઉપજાઉ બની રહી છે.

ખેડૂતો વનખાડીમાંથી સિંચાઈ કરતા હોવાથી તેમના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે.ચાલુ ચોમાસા દરમિયાન વનખાડી ઓવરફ્લો થતાં ઝેરી કેમિકલયુક્ત પાણી બંને કાંઠા તરફ એક થી બે કિલોમીટરના વિસ્તારમાં ફરી વળ્યું હતું જેનાથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું હતું.સુરત સિંચાઈ વર્તુળ દ્વારા કાંકરાપાર જમણાં કાંઠા વિભાગની નહેરોમાં 90 દિવસ સુધી સિંચાઈનું પાણી બંધ રાખવાના નિર્ણયથી ગામના તળાવોમાં પણ પાણીની તંગી સર્જાઈ છે. પરિણામે પશુઓને પણ વનખાડીનું આ દૂષિત પાણી પીવા મજબૂર થવું પડે છે, જેનાથી તેઓ મોટા પ્રમાણમાં બિમાર પડી રહ્યા છે.

જો જીપીસીબી દૂષિત પાણી નહિ રોકે તો 3 ઓકટોબરના રોજથી જીપીસીબીની કચેરી સામે ખેડૂતો ઉપવાસ પર ઉતરશે. આલુજ-ઉમરવાડાની સીમમાં તીવ્ર વાસ આવવા લાગીપાનોલી જીઆઇડીસીને અડીને આવેલાં આલુજ અને ઉમરવાડાની સીમમાંથી પસાર થતી વનખાડીમાં રાસાયણિક પાણીના કારણે તીવ્ર વાસ આવતાં લોકોને આંખોમાં બળતરા થવા લાગી હતીગામના આગેવાન બેલીમ ગંગાતે જીપીસીબીએ તેમજ એસડીએમ અને મામલતદાર સહીત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જીપીસીબીએ મોનીટંરીગ ટીમ મોકલી પાણીના નમૂના લીધાં હતાં. જો કે મોડે સુધી ટીમ ના આવતા તેઓ માં વ્યાપક રોષ ફેલાયો હતો