નવસારી: નવસારીમાં જાહેર માર્ગ પર આવેલ ચોરસ ગટરના ઢાંકણની વચ્ચે આવેલ હોલ મોટો હોય તેમાં પસાર થતા પગ ફસાઈ જવાને પગલે સ્થાનિક નાગરિકોએ મનપાને અપીલ કરી આવા અકસ્માત ન બને તે માટે જણાવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ નવસારીના જાગૃત નાગરિક અને અકસ્માતગ્રસ્ત ફાલ્ગુનીબેન દ્વારા મનપા અને કલેકટરને લેખિત ફરિયાદમાં જણાવ્યું કે તેઓ તા.8 સપ્ટેમ્બરના રોજ કાદમ્બરી એપાર્ટમેન્ટ અને સિવિલ હોસ્પિટલની ગેટની સામે રિક્ષામાં બેસવા જતા આ વરસાદી પાણીની ગટરના ચોરસ હોલમાં પગ ફસાઈ જતા પગમાં ફ્રેકચર થયું હતું. જેને લઇ તેઓએ સારવાર લેવી પડી હતી.
અગાઉ પણ આવા ગટરના ચોરસ હોલમાં પગ પડવાથી ઇજાના બનાવો બન્યા છે તો મનપાને આવા ડિઝાઇનના ઢાંકણ બદલી રાહદારીઓને ઇજા ન થાય તેવા ઢાંકણ બેસાડવા જણાવ્યું છે. મનપા દ્વારા ત્વરિત કાર્યવાહી થાય તેવી લોક માગ ઉઠી છે.નવસારી મનપાના સ્ટેશન રોડ પર આવેલ કાદમ્બરી એપાર્ટ. પાસે, સિવિલ હોસ્પિટલની સામે, દેવદર્શન એપાર્ટ. તરફ ચોરસ હોલવાળા ઢાંકણ હોય તે જગ્યાએ અકસ્માત ન થાય તેવી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

