વાંસદા: વાંસદા વિસ્તારના હાર્દસમા વિસ્તારમાં દીપડા રાત્રે દેખાવાના બનાવી બની રહ્યા છે. બે દિવસ પહેલા ગુલાબ વાટિકામાં રાત્રે કેમેરામાં કેદ થયો હતો અને દત્ત કોમ્પલેક્ષ પાસે રાત્રે કોઈ કાર ચાલકને દીપડો નજરે પડતા કારમાંથી દીપડાનો વીડિયો ઉતારીને વહેતો કર્યો હતો. જેથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા વિસ્તારમાં બે દિવસ પહેલા પેલેસ પાસે આવેલી ગુલાબ વાટિકામાં એક દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને ઘણા લોકો ચાલતા જતા પેલેસની અંદર દીપડો નજરે નજર જોયો હતો. બાદમાં બુધવારના રોજ રાત્રિ દરમિયાન દત્ત કોમ્પલેક્ષ પાસે દીપડો લટાર મારતો હતો.
આ એરિયાની નજીકમાં રોયલ રેસિડેન્સી, નીલકંઠ સોસાયટી તેમજ ઘણા રહેણાંક ઘરો પણ આવ્યા છે. કોઇક કાર ચાલકે કારની લાઈટ મારી દીપડાની ગતિવિધિ નજરે નિહાળી મોબાઈલમાં કેદ કર્યો હતો. જેમાં પ્રથમ દિવાલ ઉપર બેસી રહ્યો હતો ત્યારબાદ દિવાલથી નીચે ઉતરી લટાર મારતો નજરે પડયો હતો અને રાત્રિના અંધારામાં ભાગી ગયો હતો.જેને પગલે આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને વન વિભાગ પાંજરું મૂકી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરે એ માટે માંગ કરી રહ્યાં છે.

